Quick Links
Upcoming Events
-
Summer Essentials Workshop - By Chef Jalpa Ambani
Date: 22 Jun 2019
Time: 10:00 AmM to 1:00 PM
Venue: 2B, Arun Society, Nr. Mahalaxmi Cross roads, Paldi, Ahmedabad, 380007
Stay Connected
Herexpertise Gujarati
ભલે અમે દુનિયાના ખૂણેખૂણામાં સ્થાયી થયા છીએ પણ અમે અમારી સંસ્કૃતિ જાળવી રાખી છે. જયારે ઢોલ વાગવાનો શરૂ થાય ત્યારે તાન આપોઆપ ચઢી જાય છે. જયારે કોઈ મૂવીમાં ગુજરાતી ડાઈલોગ આવે ત્યારે સીટી આપોઆપ વાગી જાય છે.
ભલે પિઝા, પાસ્તા અમને બહુ ભાવે છે પણ કાઠીયાવાડી ભાણું મળે તો એ અમારે મન ભગવાન મળ્યા એવું લાગે. અમે રજાઓ માણવા અલગ-અલગ દેશોમાં ફરીએ છીએ પણ કચ્છનું સફેદ રણ જોવાનો અવસર અમે ચૂકતા નથી. અમે મોટાભાગની ખરીદી ઓનલાઈન અથવા મોલમાંથી કરીએ છીએ છતાં લાલદરવાજાની લટાર મારવાનું ચૂકતા નથી.
અમે ભલે આખો દિવસ અલગ-અલગ કૉફીની મજા લઈએ પણ રાત પડે ખેતલાઆપાની કટીંગની ચૂસ્કી લેવાનું ભૂલતા નથી.
અમે દરેક ડાન્સ ફોર્મને શીખી રહ્યા છીએ પણ નવરાત્રીના નવ દિવસ ગરબા રમવાનો મૌંકો છોડતા નથી. કેમકે,
અમે ગુજરાતી છીએ, અને અમે ગુજરાતીપણું માણીએ છીએ.
તેથી જ Herexpertise.com શરૂ કરવા જઈ રહ્યું છે Herexpertise ગુજરાતી. જેથી આપણે આપણા લોકોની વાતો, કહાણીઓ, કિસ્સાઓ ગર્વભેર સાંભળી શકીએ અને તેમાંથી પ્રેરણા મેળવતા રહીએ.
માસિક સ્રાવ એક મહિલાના શરીરની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંની એક છે જે અત્યંત સાવધાની અને સ્વ-સંભાળ ને પાત્ર છે. માસિક દરમ્યાન યોગ્ય સ્વચ્છતાની ખાતરી કરવી અને યોગ્ય રીતે ખાવું તે પીડાને ઘટાડવાની ચાવી છે જેમાંથી તમે પસાર થાઓ છો.
પૂનમ તેજવાની, એક ૪૩ વર્ષીય મહિલા, જેમણે પોતાના પરિવાર અને ઘરની જવાબદારી હોવા છતાં ૨૨ વર્ષ પછી પણ તેમના અભ્યાસને પુન: શરૂ કર્યો.
કન્યાઓના માસિક અને તેની સ્વચ્છતા વિશે વાત કરવા માટે આપણે ઘણાં નીડર બન્યાં છીએ. ઘણાં એનજીઓ છે જે આ બાબતે કન્યાઓને, મોટે ભાગે ગરીબ કન્યાઓ ને શિક્ષિત કરવાનું કામ કરે છે. પરંતુ ખરેખર તેનું યોગ્ય વળતર મળે છે?
જાગૃતિ ફેલાવવી સારી છે, પરંતુ વાસ્તવિક સહાય એ છે કે તેમની પાસે જવું અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવું. ઠીક છે, એકવાર તે છોકરીઓ વ્યક્તિગત સ્વચ્છતાની કાળજી લે, પણ પછી શું? શું તેઓ અથવા તેમનો પરિવાર દર મહિને પેડ્સ ખરીદવા માટે નાણાકીય રીતે સક્ષમ હોય છે? એવા પરિવારો પણ છે કે, જેમને પરિવારના દરેક સભ્યો માટે અન્ડરગારમેન્ટ ખરીદવાનું પરવડી શકે તેમ નથી. આપણામાંથી કેટલાએ તેના વિશે વિચાર કર્યો છે?
શું તમે ગર્ભવતી મહિલા છો?
શું તમે નોકરી કરતી મહિલા છો અને તમારી Pregnancy પ્લાન કરી રહ્યાં છો?
તો પછી તમારે આ બ્લોગ વાંચવો આવશ્યક છે.
આવી ગયા એ દિવસો? ટાઇમ થઇ ગયો છે?
પ્લીઝ, Stop PMSing. અથવા તો પછી શું PMS શરૂ થઇ ગયા છે?
લોકો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નોનો મારો ચલાવે છે જયારે તમે મૂડલેસ જણાવ છો.
પણ ઘણી બધી વ્યક્તિઓને આ PMS શું છે એની જાણ નથી હોતી. તો એમના માટે અહીં સંક્ષેપ્ત માહિતી આપવાનો પ્રયાસ કરાયો છે.