Quick Links
Upcoming Events
-
Summer Essentials Workshop - By Chef Jalpa Ambani
Date: 22 Jun 2019
Time: 10:00 AmM to 1:00 PM
Venue: 2B, Arun Society, Nr. Mahalaxmi Cross roads, Paldi, Ahmedabad, 380007
Stay Connected
Back to Herexpertise Gujarati - Poonam Tejawani
Poonam Tejawani
શું એ મહિલા માટે બે દાયકા પછી અભ્યાસ શરૂ કરવો સરળ હતો, જ્યારે તેમને એક પુત્રી હોય જેના માટે તે સારી શિક્ષણની શોધમાં હોય?
શું તેઓને યુનિફોર્મ પહેરવો અને દરરોજ તેમની વયથી અડધા તેમના સાથીઓ સાથે દરરોજ વર્ગમાં આવવું સરળ હતું?
થકવી નાખનાર દિવસોમાં પરિવારની જવાબદારીઓ સાથે નોટ્સ તૈયાર કરવી એ સહેલું હતું?
બિલકુલ નહી.... તે કાર્ય સરળ ન હતું. તેમ છતાં તેણીએ તેમના અભ્યાસને શરૂ કરવા માટે સભાન નિર્ણય કરવાની હિંમત કરી.
કોઈએ સાચું કહ્યું છે કે ઉંમર તમારા સપનાઓને અવરોધતી નથી અને જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી.
આજે, આપણી પાસે એક એવી મહિલા પૂનમ તેજવાની છે, જે એક ભારતીય માતા છે, જેમને તેમની પુત્રી સાથે સ્નાતક થવા બદલ રાષ્ટ્રીય સન્માન દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે.(માતા-પુત્રી એકસાથે સ્નાતક થનાર શ્રેણી)
પૂનમ તેજવાની, જે પરિવારની જવાબદારીઓ સાથે ૨૩ વર્ષના પુત્ર અને ૨૧ વર્ષની પુત્રીની માતા છે, તેઓ ૨૨ વર્ષના લાંબા અંતર પછી તે નિયમિતપણે કૉલેજમાં ઉપસ્થિત રહી અને તેના પરિવારની બધી જવાબદારી શ્રેષ્ઠપણે ઉપાડીને જીવનને સંતુલિત કર્યું. તેમણે માત્ર બેચલર ઓફ આર્ટ્સ (મુખ્ય અર્થશાસ્ત્ર) પૂર્ણ નથી કર્યું પરંતુ યુનિવર્સિટીમાં ટોચના ૫ વિદ્યાર્થીઓમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું.
તેમણે લગ્ન પછીના નવા જીવન અને નવી જવાબદારીઓના કારણે પોતાનો અભ્યાસ બંધ કર્યો હતો.
જ્યારે તેમણે પોતાના અભ્યાસને ફરીથી શરૂ કરવાની ઇચ્છા જણાવી, ત્યારે તેમના કુટુંબે એ નિર્ણયને ખરા હૃદયથી આવકર્યો.
પરંતુ તેઓ પુત્રી, અનિતા તેજવાનીની સાથે દરરોજ કોલેજ જવા માટે યોગ્ય છે તે સુનિશ્ચિત કરવા માંગતા હતા કેમ કે તે જાણતા ન હતા કે તેમની પુત્રી તેના પર કેવી પ્રતિક્રિયા આપશે. પરંતુ તેની પુત્રીએ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને પોતાની મમ્મીના નિર્ણયને હકારાત્મકતાથી સ્વીકાર્યો કેમ કે પોતાની મમ્મી સાથે કોલેજ જવું તે તેના માટે પણ એક મોટી વાત હતી.
પછી આ માતા-પુત્રીની જોડીને એક અનન્ય જોડી તરીકે ઓળખવામાં આવી, જેમણે પોતાની સ્નાતકની પદવી એકસાથે પૂર્ણ કરી હોઈ, તેમને વિવિધ મીડિયા તરફથી ઘણાં સન્માન અને પ્રશંસા મેળવ્યા. તેઓ હજારો મહિલાઓની પ્રેરણા બન્યા , જેમણે તેમના વ્યકિતગત કારણોસર પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હોય.
તેણીને અહીં દર્શાવવા પાછળનો એકમાત્ર હેતુ એવી સ્ત્રીઓને આશા આપવાનો છે, જેમણે કંઈક છોડી દીધું છે જે શરૂ કરવા માટે તેઓ દરરોજ એક યોજના સાથે ઊઠે છે અને તે યોજનાને એકબાજુ મૂકી દે છે એવા ડરને કારણે કે બીજાઓ શું પ્રતિસાદ આપશે કે તે કેવી રીતે એ કરી શકશે?
અમે ફક્ત તેમને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ કે તેઓ પોતાના હૃદયને અનુસરે અને તેમના સ્વપનાઓને એક તક આપે.
Publised On: May 21, 2018
